લાદેન પાંચ વર્ષથી પોતાના રૂમની બહાર નહોતો નીકળ્યો
પાકિસ્તાનના રક્ષાસુત્રોએ તાજેતરમાં જણાવ્યુ હતુ કે લાદેનને જે રૂમમાં અમેરિકાના દળોએ ઠાર માર્યો ત્યાં તે છેલ્લા પાંચ વર્ષથી રહેતો હતો અને તે આ સમય દરમિયાન પોતાના રૂમમાંથી બહાર પણ નહોતો નીકળતો. આ માહિતી હાલમાં પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલી લાદેનની પત્નીની પુછપરછમાંથી બહાર આવી હતી. લાદેનની પત્નીએ જણાવ્યુ હતુ કે લાદેન તેમજ તે પોતે આ રૂમની બહાર છેલ્લા પાંચ વર્ષથી નહોતા નીકળ્યા. આ ઉપરાંત ઘરમાં ધુમ્રપાન કરવાની પણ સખ્ત મનાઈ હતી.
- લાદેનની પત્નીએ લાદેનની લાઈફ-સ્ટાઈલ પર નવો પ્રકાશ ફેંક્યો
- ઘરમાં ધુમ્રપાન કરવાની પણ સખ્ત મનાઈ હતી
બિન લાદેનની યમની પત્ની અમલ અલ-સબાહે આ ખુલાસો કરીને દુનિયાના સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની જીવનશૈલી પર એક નવો જ પ્રકાશ ફેંક્યો હતો. બીજી તરફ પાકિસ્તાને લાદેનને ન શોધી શકવા અંગેની પોતાની નિષ્ફળતા પર ઢાંકપિછોડો કરવાનું સતત ચાલુ રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે લાદેન પાંચ વર્ષથી પાકિસ્તાનના એબોટાબાદમાં જ રહેતો હતો અને તેના અધિકારીઓ લાદેન સાથે આઈએસઆઈની સાંઠગાંઠ હોવાના અહેવાલોને સતત ફગાવતા રહ્યા હતા.
અમેરિકાના નેવી સીલ્સની જે ટીમે લાદેનને માર્યો તેણે કહ્યુ હતુ કે તેમને કહેવામાં આવ્યું હતું કે લાદેન આત્મઘાતી હુમલો કરવા માટે પણ સજ્જ હોઈ શકે છે આથી જો તેણે તેમની સામે પોતાના કપડાં ઉતાર્યા હોત તો તે જીવતો બચી શકત. અમેરિકન કમાન્ડોએ જ્યારે લાદેનના ઘર પર હુમલો કર્યો ત્યારે લાદેન પોતાના નાઈટ ડ્રેસમાં હતો.
બીજી તરફ એ સવાલ પણ ઉદ્દભવી રહ્યો છે કે લાદેનને મારવા માટે અમેરિકાના કમાન્ડો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં માત્ર લાદેનને જ મારવામાં આવ્યો હતો કે તે ઉપરાંત બીજી કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી હતી કે કેમ?


Comments
Post a Comment
Thanx for comment